# Tags

માંડવી તાલુકાના બડતલ ગામે આદિવાસી મહિલાઓને મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી

આદિવાસી વિસ્તારની બહેનો આત્મનિર્ભર બને રોજગારી મેળવતી થાય તેવા આશયથી નવસારી કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.રાકેશ કે.પટેલ દ્વારા માંડવી તાલુકાના બડતલ ગામે મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મશરૂમ ઉદ્યોગએ ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પુરી પાડી તેની આવકમાં વધારો કરી શકે છે. ખૂબ ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં થઈ શકે છે. હોટેલ રેસ્ટોરન્ટમાં પણ લોકો ખોરાક તરીકે મશરૂમનો ઉપયોગ વધી રહ્યો છે. તાલીમ દરમિયાન મશરૂમના બીજને ઉગાડવા માટે ડાંગરના પુળામાં ઉગાડવા માટે પ્રાથમિક પ્રક્રિયાની જાણકારી આપી હતી. મહિલાઓને વ્યવસાય કરવાનો અનુરોધ કર્યો હતો. ગામના અરૂણાબેન ચૌધરી તથા પુના ગામના ગજરાબેન ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *