# Tags

વિડિયો કોન્ફરન્સ દ્વારા સ્વચ્છતા અભિયાનના સુરત જિલ્લાના નોડલ અધિકારીઓને માર્ગદર્શન અપાયું

‘સ્વછતા એજ સેવા’ અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ મોના ખંધાર અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર રાજયમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતેથી ‘સ્વછતા હી સેવા’ અભિયાન હેઠળ જિલ્લા કલેકટર સહિતના નિયુક્ત નોડલ અધિકારીઓ અને ડી.આર.ડી.એ.ના અધિકારીઓ પણ જોડાયા હતા.


સમગ્ર રાજ્યમાં બે માસ દરમિયાન ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં પણ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બનાવવા અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય તથા શહેરીકક્ષાએ લોકો આ અભિયાનથી વાકેફ થઈ સ્વચ્છતા બાબતે જાગૃત બને અને આ અભિયાનમાં વધુમાં વધુ જન ભાગીદારી નોંધાય તે માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આ વીડિયો કોન્ફરન્સમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, સુરત ગ્રામીણ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સુરત જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર, વાય.બી. ઝાલા, અભિયાનના નોડલ અધિકારીઓમાં પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Hot Catagories

Tags

We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.