# Tags

સુરત જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. […]

સચિન-લાજ્પોર વિસ્તારમાં દુકાનદારો તથા જાહેરમાં ધુમ્રપાન કરનારાઓ પાસેથી રૂ.22,200નો દંડ વસુલ્યો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે સચિન-લાજ્પોર ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.૨૨,૨૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ […]

તા.1 માર્ચ, 1927 ના રોજ સુરતના મહિધરપુરા ખાતે સૌ પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી

ભારતીય ડાક વિભાગની છેલ્લા ૧૫૦ વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે તા.૧૦ ઓકટોબરે ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયોના રોજિંદા વ્યવહારમાં પોસ્ટની ભૂમિકા તેમજ વૈશ્વિક, સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તા.૯ ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ ટપાલ દિવસના ભાગરૂપે ભારતભરમાં તા.૯ થી ૧૩ ઓક્ટોબર […]

સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટીના સૌથી વધુ 93 જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી

સમગ્ર રાજ્યની માન્ય યુનિવર્સિટીઓમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ સાથે સંકળાયેલા સૌથી વધુ ૯૩ જેટલા વિદ્યાર્થીઓની SHODH યોજનામાં પસંદગી થઈ છે. રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે રાજય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. રાજયના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે સરકારનો વધુ એક ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ […]

અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિર તથા તરકાણી ગામે મંદિરમાં સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ

રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ કરાઈ રહી છે. ત્યારે આજરોજ જિલ્લામાં રવિવારે ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. આજે મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિરના પરિસર તથા તરકાણી ગામના ધાર્મિક મંદિરની આસપાસના રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર […]

રાજયકક્ષાની ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ઉપસ્થિત રહ્યા

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે દિવસ રાત ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે, અડાજણ પાલ સ્થિત મણીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨’ની ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં નવસારી મહાકાલ સામે સ્મીમેર હોસ્પિટલની ટીમ બની વિજેતા બની હતી. આ અવસરે પૂર્વ […]

બ્રેઈનડેડ આદિવાસી યુવાન ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૭મું અંગદાન થયુ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના પટેલ ફળિયામાં […]

વિયેતનામમાં ફસાયેલા સુરતના પ્રવાસીઓ મંત્રી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી મુક્ત થયા

સુરતના અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી ગત ૪ ઓકટોબરે વિયેતનામના પ્રવાસે ગયેલા ૩૭૦ જેટલા પ્રવાસીઓ વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતના સાંસદ, કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની મદદ માંગી હતી. જેથી મંત્રીશ્રીએ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા મળતા હાલ પ્રવાસીઓ તા.૧૩મીએ વિયેતનામના હનોઈથી અમદાવાદની […]

મહારાષ્ટ્રના દર્દીની મદદે આવ્યા સી.આર.પાટિલના દીકરી, સુરત સિવિલમાં કરાવી મફત સર્જરી

નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામના દર્દીનું થાપાના ગોળાનું ઓપરેશન કરી દસ દિવસમાં ચાલતા કર્યા છે. દર્દીએ સાંસદશ્રી સી.આર.પાટીલના પુત્રી ભાવિની પાટીલનો મદદ માટે સંપર્ક કર્યો હતો, જેથી ભાવિની રામ પાટીલે સિવિલ તંત્રનો સંપર્ક સાધી દર્દીને સિવિલમાં દાખલ કરાવ્યા હતા. અને ઓપરેશન બાદ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી […]

નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સુરત

રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં […]