રાજ્યના ફિક્સ પે ના કર્મચારીઓને મળેલી પગાર વધારાની ભેટ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી
રાજ્ય સરકારે ફિક્સ પે ના કર્મચારીઓના વેતનમાં કરેલા ૩૦ ટકાના વધારાને આવકારતા નવી સિવિલ ખાતે ૩૦૦ નર્સ કર્મીઓ અને અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. તેમજ ત્રિરંગી બલૂન ઉડાડી સમગ્ર નર્સિંગ એસોસિયેશને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, અમેરિકા સ્થિત […]