# Tags

બ્રેઈનડેડ આદિવાસી યુવાન ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૭મું અંગદાન થયુ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના પટેલ ફળિયામાં […]

વિયેતનામમાં ફસાયેલા સુરતના પ્રવાસીઓ મંત્રી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી મુક્ત થયા

સુરતના અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી ગત ૪ ઓકટોબરે વિયેતનામના પ્રવાસે ગયેલા ૩૭૦ જેટલા પ્રવાસીઓ વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતના સાંસદ, કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની મદદ માંગી હતી. જેથી મંત્રીશ્રીએ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે પ્રવાસીઓને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં સફળતા મળતા હાલ પ્રવાસીઓ તા.૧૩મીએ વિયેતનામના હનોઈથી અમદાવાદની […]

મહારાષ્ટ્રના દર્દીની મદદે આવ્યા સી.આર.પાટિલના દીકરી, સુરત સિવિલમાં કરાવી મફત સર્જરી

નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગામના દર્દીનું થાપાના ગોળાનું ઓપરેશન કરી દસ દિવસમાં ચાલતા કર્યા છે. દર્દીએ સાંસદશ્રી સી.આર.પાટીલના પુત્રી ભાવિની પાટીલનો મદદ માટે સંપર્ક કર્યો હતો, જેથી ભાવિની રામ પાટીલે સિવિલ તંત્રનો સંપર્ક સાધી દર્દીને સિવિલમાં દાખલ કરાવ્યા હતા. અને ઓપરેશન બાદ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધી […]

નવરાત્રિ પર્વ દરમિયાન મહિલા સુરક્ષા માટે તૈનાત અભયમ, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સુરત

રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં […]

1968ના પુરમાં મંદિર ડૂબી ગયું હોવા છતાં કોઈ નુકશાન નહીં તેવો છે આ માતાજીના 300 વર્ષ જુના મંદિરનો પ્રભાવ

સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે પુર્ણા નદીના કિનારે માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ૩૦૦ વર્ષ જુનુ મંદિર આવેલું છે, જે ઈ.સ ૧૯૬૮મા આવેલી રેલમાં આખું ડૂબી ગયા છતાં મંદિરમાં ચમત્કારી રીતે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. વર્ષ ૨૦૦૮માં ગ્રામજનો અને સરકારની સહાયથી મંદિરનું પુનઃનિર્માણ કરાયું હતું. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીની અંદાજિત ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ […]

માંડવી તાલુકાના બડતલ ગામે આદિવાસી મહિલાઓને મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી

આદિવાસી વિસ્તારની બહેનો આત્મનિર્ભર બને રોજગારી મેળવતી થાય તેવા આશયથી નવસારી કૃષિ યુનિ.ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.રાકેશ કે.પટેલ દ્વારા માંડવી તાલુકાના બડતલ ગામે મશરૂમ ઉછેરની તાલીમ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મશરૂમ ઉદ્યોગએ ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પુરી પાડી તેની આવકમાં વધારો કરી શકે છે. ખૂબ ઓછા રોકાણ અને ઓછી જગ્યામાં થઈ […]

રાજયકક્ષાની ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨ ટુર્નામેન્ટનો મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે તબીબો સાથે દિવસ રાત ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અડાજણ પાલ સ્થિત મણીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૨’ની ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચનો મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ […]

વિશ્વ બાલિકા દિવસ અંતર્ગત સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’ થીમ અંતર્ગત કિશોરી મેળો યોજાયો.

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના હાર્દમાં દીકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓના શિક્ષણ, પોષણ બાળલગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ ‘કિશોરી કુશળ બનો’ હેઠળ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ અને ICDS વિભાગના સંયુક્ત ઉપક્રમે ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની જીવનદીપ વિદ્યાલય ખાતે ‘કિશોરી કુશળ બનો થીમ તથા ‘સશક્ત […]

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ″અમૃત કળશ યાત્રા″ યોજાઈ

‘મારી માટી ,મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી હેઠળ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ″અમૃત કળશ યાત્રા″ યોજાઈ હતી. આ યાત્રામાં ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ પણ જોડાયા હતા. ત્યારબાદ મહાનુભવોના હસ્તે વિવિધ ગ્રામપંચાયતોને રૂ.૩.૫૯ કરોડના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું […]

રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી […]