દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, કર્મચારીઓને ન્યુટ્રીશન કીટ, સાડી, બ્લેન્કેટ, સ્કુલબેગનું વિતરણ કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિનને સંઘવી પરિવારે અનોખી રીતે ઉજવ્યો હતો.
સિવિલના દર્દીઓને સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, દર્દીઓ સાથે ગૃહરાજ્યમંત્રીશ્રીના માતૃશ્રી દેવયાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સ્ત્રીરોગ વિભાગના પ્રસૂતા, ધાત્રી માતાઓને ૩૯૦ કિલો ગોળ-ખજુર, ૧૦૦ સફાઈ કામદાર બહેનોને સાડી, ૧૦૦ હિમોફિલિયાગ્રસ્ત બાળકો- દર્દીઓને સ્કૂલ બેગ અને બ્લેન્કેટ તેમજ આદિવાસી વિસ્તારની હોસ્પિટલમાં છ માસ સુધી ચાલી શકે તેવી ૨૦૦૦ બેબી કિટનું વિતરણ કરાયું હતું. ગાયનેક વિભાગના હેડને ચીજવસ્તુઓની કિટ્સ દર્દીઓમાં વિતરણ માટે અર્પણ કરાઈ હતી. નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ ૩૯મા જન્મદિવસની ફુલોની રંગોળી બનાવીને મંત્રીશ્રીને શુભકામનાઓ પાઠવી હતી.
છેલ્લા ૧૨ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે હર્ષભાઈ નવી સિવિલના દર્દીનારાયણ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. પોતાનું સમગ્ર જીવન નાગરિકોની સેવામાં સમર્પિત કરનાર અને હરહંમેશ સેવાભાવ સાથે કાર્યરત હર્ષભાઈએ કોવિડ કાળમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, દર્દીઓ સહિત સફાઈ કામદારોની રાત-દિવસ સેવા-સુશ્રુષા કરી હતી. વર્ષ દરમિયાન ગૃહરાજ્યમંત્રીશ્રી દ્વારા છ સ્ટ્રેચર તથા છ વ્હીલચેર પણ સિવિલને અર્પણ કરવામાં આવ્યા છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.