# Tags

ટામેટા ગેંગના કુખ્યાત છોટુ સિદ્દીકીની રાજસ્થાનથી ધરપકડ

સુરત શહેરમાં આસિફ ટામેટા નામક ગેંગ સક્રિય હતી. જેની સામે સુરત પોલીસે વર્ષ 2020માં ગુજસીટોક ના કાયદા હેઠળ કાર્યવાહી કરીને આ ગેંગના 14 જેટલા સભ્યોની ધરપકડ કરી હતી. તમામને જેલ ભેગા કર્યા હતાં. જોકે આ તમામ આરોપીઓ પૈકી એક આરોપી છોટુ સિદ્દીકી વચગાળાના જામીન પર છૂટ્યો હતો અને આ દરમ્યાન તે જામીન પૂર્ણ થયા બાદ ફરી હાજર થવાને બદલે ભાગી છૂટ્યો હતો.
આ સમયગાળા દરમ્યાન સુરત પોલીસે ગુજરાત સરકારના ગુજસીટોકના કાયદા હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી. જેને પગલે સુરત પોલીસને બાતમી મળી હતી કે છોટુ રાજસ્થાનના જોધપુર ખાતે વેલ્ડિંગ કરવાનું કામ કરે છે. બાતમીના આધારે સુરત પોલીસની એક ટિમ જોધપુર પોહચી હતી અને ત્યાંથી ફરાર આરોપી છોટુને ઝડપી પાડ્યો હતો. જેને લઈને સુરત પોલીસ પરત આવી હતી.
તમને જણાવી દઈએ કે ટામેટાં ગેંગ સુરતમાં ખુબ સક્રિય હતી. ચોરી, લૂંટ, ખૂન, ધાડ, અપહરણ સહિતના ગુનાઓમાં આ ગેંગ ખુબ સક્રિય હતી. કેટલાક આર્મ્સ ના કેસો પણ આ ગેંગ પર કરવામાં આવ્યા છે. જોકે સુરત પોલીસની બાહોશ કામગીરીને કારણે આ ગેંગ નો ખૌફ ઓછો કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ ગેંગ મુખ્ય રીતે આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃતિઓ કરીને જ પોતાનો ધંધો ચલાવતી હતી અને આ પ્રવૃત્તિઓને તેને પોતાનું આજીવિકાનું સાધન બનાવી લીધું હતું.
હાલ આ ગેંગના મોટાભાગના સભ્યો જેલના સળિયા ગણી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *