દિવાળીનો પર્વ રોશની સાથે ખાનપાન માટે પણ જાણીતો છે. આ તહેવારમાં લોકો એકબીજાને મીઠાઈ આપીને નવા વર્ષની શુભકામના પાઠવે છે. ત્યારે આધુનિક યુગમાં દિવાળી પર્વની ઉજવણીની રીત બદલાઈ છે તેની સાથે મીઠાઈનું સ્થાન ધીરે ધીરે ડોનટ, લોફ, લેમિંગ્ટન જેવી કસ્ટમાઈઝડ વાનગીઓ લઈ રહી છે. આવી વાનગી બનાવતા હોમમેકર્સના ઓર્ડરમાં પણ વધારો થયો છે.
મીઠાઈ વિના દિવાળીની કલ્પના પણ શક્ય નથી ત્યારે મીઠાઈ માત્ર ખાવા પૂરતી નહીં પણ સ્ટેટસ જાળવવા માટે પણ ખરીદવાનો ટ્રેન્ડ બજારમાં જોવા મળે છે. જેમાં ખાસ કરીને યુવા વર્ગ સામાન્ય રીતે બજારમાં મળતી રૂટીન મીઠાઈને બદલે કસ્ટમાઈઝડ સ્વીટ તરફ વળી રહ્યો છે. જેને લઈને તેઓ અવનવી વાનગીઓ તૈયાર કરાવડાવીને ગિફ્ટ હેમ્પર બનાવડાવે છે. શહેરમાં ઘર સંભાળવાની સાથે કામકાજ કરતી હોમમેકર્સને આ પ્રમાણેની વાનગીઓના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. કોરોના કાર્ડમાં વિકસેલા આ ટ્રેન્ડમાં આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. આ એવા પ્રકારની વાનગીઓ છે જે બાળકોથી લઈને વૃદ્ધોને પણ પસંદ પડી રહી છે. બજારમાં મળતી મીઠાઈની ચોખ્ખાઈ અંગે પણ લોકોને ચિંતા રહેતી હોય છે .જેને લઈને તેઓ હોમ મેકર્સ પાસે આ સ્વીટ બનાવડાવે છે અને તેમને વિશ્વાસ બેસે છે કે વાનગીઓ ચોખ્ખી છે અને સાફ-સફાઈ નું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. તેની સામે હોમમેકર ને પણ આ રીતે તહેવારમાં મળતા ઓર્ડરને કારણે આવક વધે છે.
આ અંગે હોમમેકર ખુશ્બુ ઉમારીગરે કહ્યું કે, ગત વર્ષે પણ ઓર્ડર સારા હતા જો કે તેની સરખામણી આ વર્ષે ૨૦ થી ૩૦ ટકાનો વધારો છે. જેમાં ખાસ કરીને ડોનટ, મેક્રોન, લેમિગ્ટન, મેન્ડીયન્સ કુકી, મેન્ડીયન્સ ચોકલેટ, લોફ, બકલાવા જેવી સ્વીટ વાનગીઓના ઓર્ડર ખૂબ છે. અઠવાડિયામાં ૪-૫ દિવસ ઓર્ડર પુરા કરવામાં જ નિકળી જાય છે. આ વાનગીઓની કિંમત રૂ.૨૦ થી શરૂ કરીને રૂ.૨૦૦ સુધીની છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.