સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણીસંગ્રહાલય જળ બિલાડીના બ્રીડિંગને કારણે દેશભરમાં જાણીતું થયું છે.આખ ભારત દેશમાં સુરતનું પ્રાણી સંગ્રહાલય એકમાત્ર એ જગ્યા છે જ્યાં જળ બિલાડીનું બ્રિડિંગ થાય છે.અને તેથી જળ બિલાડીઓ સંખ્યામાં વધારો થતા દેશના અલગ અલગ પ્રાણી સંગ્રહાલયોની માંગ મુજબ જળ બિલાડી સુરત થી મોકલવામાં આવે છે. જેના બદલામાં નવા વન્ય જીવોનો સુરતના પ્રાણીસંગ્રહાલયમાં ઉમેરો થાય છે.અત્યાર સુધી દેશના અમદાવાદ, રાજકોટ ,રાયપુર, મૈસુર, હૈદરાબાદ ,અને ચંદીગઢ સહિતના શહરોમાં સુરતના પ્રાણીસંગ્રહાલય માંથી જળ બિલાડીઓ આપવામાં આવી છે.
સુરતમાં સરથાણા વિસ્તારમા આવેલ ડોક્ટર શ્યામા પ્રસાદ ઝુઓલોજીકલ ગાર્ડન જે 82 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.જેનો 70 % ટકા જેટલા વિસ્તારનો ફોરેસ્ટ હેઠળ સમાવેશ કરાયો છે.અને અહી 492 જેટલા અલગ અલગ પ્રાણીઓ અને પશુઓને પ્રવાસીઓ નિહાળી શકે તે માટેની સુવિધા કરાઈ છે.પરંતુ આ ઝુ મા જોવા મળતી જળ બિલાડીઓ સુરતના પ્રાણીસંગ્રહાલય માટે વરદાન રૂપ સાબિત થઈ રહ્યું છે.કારણ કે સુરતનું આ ઝુ ભારતની એક માત્ર એવી જગ્યા છે જ્યાં જળબિલાડીનું બ્રીડિંગ થાય છે. અને તે બચ્ચાં આપે છે.
હાલ સુરતના આ પ્રાણી સંગ્રહાલયમાં ઘણી જળ બિલાડીઓ જોવા મળે છે. પરંતુ તેની શરૂઆત
વર્ષ 2006મા સૂરતમાં આવેલ પુર દરમ્યાન થઈ હતી. પૂર સમયે ફોરેસ્ટ વિભાગએ સુરત શહેરના અમરોલી વિસ્તાર માંથી બે ફિમેલ જળ બિલાડીને રેસ્ક્યુ કરી ઝુ ને સોંપી હતી અને ત્યારબાદ વધુ એક મેલ જળ બિલાડી મળી આવતા મેલ ફિમેલ ની એક જોડીને કેપ્ટીવિતી માં રાખતા 2008 થી અહી જળ બિલાડીનું બ્રિડિંગ શરૂ થયું હતું. અને ત્યારથી લઈ અત્યાર સુધીમા અહિ કુલ 29 જેટલા બચ્ચાઓનો જન્મ થયો છે.આ જળ બિલાડીને કોઈને કોઈ ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી. ફક્ત તેમના ખોરાકની ખાસ સંભાળ રાખવામાં આવે છે. એક એક જોડીને એક એક કેઝમાં અલગ અલગ રાખી અને તેની જરૂરિયાત પ્રમાણે આઇસોલેશનમાં રાખવામાં આવે છે.જ્યા વર્ષે પણ સફળતાપૂર્વક બ્રડિંગ થતાં ટોટલ છ બચ્ચાનો જન્મ થયો છે અને આવતા વર્ષ સુધીમાં 15 થી 20 બચ્ચાંનો જન્મ થાય તેવી શક્યતા છે
સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં જળ બિલાડીઓના બ્રેડિંગ બાદ સમગ્ર દેશના પ્રાણી સંગ્રહાલય દ્વારા જળ બિલાડીઓની માંગ કરવામાં આવી રહી છે. ભારતના ઘણા ઝુ જળ બિલાડી હોય છે પણ અત્યાર સુધી બીજે કશે જળ બિલાડીઓના બચ્ચા થયા હોય તેવું જાણવા મળ્યું નથી.તેની બ્રિડિંગ માટે સુરત પ્રખ્યાત થયું છે.અને તેની પાછળનું કારણ એ છે કે સુરતનું વાતાવરણ સારું હોવાનું જાણવા મળે છે.હાલ સુરતના પ્રાણીસંગ્રહાલયમાં નવ મેલ, સાત ફિમેલ, અને ત્રણ બચ્ચા મળી ટોટલ 19 જલબિલાડીઓ છે.અને તેમને ખોરાકમાં લેવતા અને બુમલા જેવા ફૂડ આપવામાં આવે છે.અને સમયાંતરે તેમના આઇસોલેશન માટેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે.
સુરતમાં જળ બિલાડીઓના બ્રિદીંગને કારણે સુરતના પ્રાણી સંગ્રહાલયને ઘણા બીજા વન્ય પશુ પ્રાણીઓ મળી રહ્યા છે. કારણ કે દેશના અલગ અલગ શહેરોના પ્રાણી સંગ્રહાલય દ્વારા થતી જળ બિલાડીની માંગ ની સામે સુરતના પ્રાણીસંગ્રહાલમા નવા પશુ પ્રાણી લાવવામાં આવે છે. અત્યાર સુધી અમદાવાદ, રાજકોટ, રાયપુર, હૈદરાબાદ જામનગર સહિતના ઝુ મા જળ બિલાડીની જોડી આપવાના બદલામાં અહી સફેદ વાઘ ની જોડી ,સિંહની જોડી ,એક્ઝોટિક બર્ડ સહિતના વન્યજીવો મળ્યા છે.અને અગાઉ પણ વધુ પ્રાણીઓ આવે તેવી શક્યતા છે. તેને કારણે સુરતનું પ્રાણીસંગ્રહાલય મધ્યમ ઝૂમાંથી મોટું ઝું બને તેવી શક્યતા જોવાઈ રહે છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.