# Tags

હજ્જારોની જનમેદનીએ પ્રદેશ પ્રમુખને વિજય મુહૂર્ત ચૂકાવ્યું, પાટીલ હવે આવતીકાલે ફોર્મ ભરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા છે. વિશાળ જનમેદનીના સમર્થન સાથે રાજ્યની અલગ અલગ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરાયા છે. ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરવાનું છે. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ગઈકાલે રામનવમીની રજા ને કારણે ફોર્મ ભરાયા ન હતા. આજે ગુજરાતમાં ગાંધીનગર બેઠકથી ભાજપના અમિત શાહ, અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા, તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી, ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું હતું. તો જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરવા નીકળ્યા હતા. લગભગ તમામ ઉમેદવારોએ પોતાના નક્કી સમય મુજબ ઉમેદવારી રજૂ કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી મોટા માર્જીનથી જીતનાર લોકસભા બેઠક નવસારીના ઉમેદવાર સી આર પાટીલ પણ આજે વહેલી સવારે સુરત ખાતે તેમના નિવાસ્થાનેથી માતાના આશીર્વાદ લઈ સહપરિવાર નવસારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. નવસારી મધ્યસ્થ કાર્યાલય થી કલેકટર કચેરી સુધી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં સમર્થકો પાટિલના સમર્થનમાં જોડાયા હતા. એક રીતે કહીયે તો પાટીલનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું.

પાટીલના સમર્થનમાં યોજાયેલ રોડ શોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય નેતાઓ જોડાયા હતા. કિર્તીદાન ગઢવી અને ગીતાબેન રબારી એ પણ લોકગીતોની રમઝટ બોલાવી હતી. આ તમામ તામઝામ વચ્ચે જનમેદની અને લાંબા રૂટને કારણે પાટીલને કલેકટર કચેરી સુધી પહોંચવામાં મોડું થયું હતું. એટલે કે તેઓ ફોર્મ ભરવાનો સમય વિજય મુહૂર્ત ચુકી ગયા હતા.

સામાન્ય રીતે તમામ ચૂંટણીઓમાં ભાજપનો કોઈપણ ઉમેદવાર ઉમેદવારી પત્ર વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12:39 વાગ્યે જ ભરતા હોય છે. પરંતુ આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રોડ શો ના ચક્કરમાં વિજય મુહૂર્તમાં પહોંચી શક્યા ન હતા. જેથી તેમણે આજે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું અને હવે આવતીકાલે બપોરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે તેવું નક્કી કર્યું હતું. હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે રોડ શો યોજ્યા બાદ પાટીલ કલેકટર કચેરીથી ફોર્મ ભર્યા વિના પરત ફર્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Hot Catagories

Tags

We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.