# Tags

માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

માંડવી તાલુકાના તાલુકા પંચાયત ભવન ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાલુકા આયોજન સમિતિ(ATVT)ની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે માંડવી તાલુકાના એ.ટી.વી.ટી યોજના કાર્યવાહક સમિતિ જોગવાઈ હેઠળ મળવાપાત્ર ગ્રાંટ, ૧૫ % વિવેકાધિન જોગવાઈ અને ૧૫મા નાણાપંચની ૨૦ % તાલુકા કક્ષાની જોગવાઈ હેઠળના કામોનું ATVT કાર્યવાહક સમિતિ મારફત આયોજન કરવા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, કમ્પાઉન્ડ ગેટ, કોમ્યુનિટી હોલ બાંધકામ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસ કીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણેતમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ, પ્રાંત અધિકારી નિમેશભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *