રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કામરેજ તાલુકા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ રેખાબેન પટેલના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો.
દાદાભગવાન મંદિર ખાતે પટાંગણ ખાતે આયોજીત મહોત્સવમાં રેખાબેને જણાવ્યું હતું કે, ખેડુતો આધુનિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા થાય અને વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તેવા આશયથી રાજય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કૃષિ મહોત્સવના કારણે રાજયનું ખેત ઉત્પાદન વધ્યું છે. રાજયના ખેડુતો સરકારની યોજનાઓનો લાભ લઈને આર્થિક સમૃધ્ધિ તરફ આગેકદમ મીલાવે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડી.એચ.પટેલે ‘શ્રી અન્ન’ વિશે માહિતી આપી જુવાર, રાંગી, બાજરી, કાંગ, બંટી જેવા મિલેટ્સનુ મહત્વ સમજાવી વધુને વધુ ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ પટેલ તથા બળવંતભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી તથા સહકારી માળખાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. મહાનુભાવોના હસ્તે ખેતીવાડીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.