ધારાસભ્યના હસ્તે આદિમજુથના ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને વસ્ત્ર વિતરણ
મહુવા તાલુકાના કુમકોતર ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના દિશાનિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને ધારાસભ્યના હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આદિવાસી વિસ્તારના લોકોના વિકાસ માટે આદિમ જુથના લોકો માટે વિશેષ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમને ઓનલાઇન માધ્યમથી પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં વસ્ત્ર પ્રસાદ સેવા માટે તૈયાર કરાયેલા ખાસ વિડીયાનું નિદર્શન પણ કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ યોજના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી, તે આ વિસ્તારો માટે આધારરૂપ બની છે. રાજ્ય સરકારે આદિમ જૂથના કલ્યાણ માટે અનેક યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી છે. આ કાર્યક્રમ એ સેવાભાવ અને સામાજિક સુદ્રઢતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા માત્ર આદિવાસી સમાજના લોકોના જીવનમાં સુધારો થશે એટલું જ નહીં, પણ વિકાસના મહાપર્વમાં આ વિસ્તારોના લોકો પણ સહભાગી બનશે.
આ પ્રસંગે તા. પંચાયતના પ્રમુખશ્રી શીલાબેન પટેલ, મામલતદારશ્રી ઉમેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.