# Tags

સરકારના નિર્ણય સામે ટીઆરબી જવાનોનું કલેક્ટરને આવેદન, જવાનો લડી લેવાના મૂડમાં

રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા માનદ સેવા આપી રહેલા વર્ષો જૂના 6,000 થી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર સામે આજરોજ સુરત જિલ્લા કલેકટર કચેરીએ ટીઆરબી જવાનો મોરચો લઈ પહોંચ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટીઆરબી જવાનોને છુટા કરવાના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે ટીઆરબી જવાનો દ્વારા નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જ્યાં સુરત જિલ્લા કલેકટર કચેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ટીઆરબી જવાનોના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ મામલે લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને પરત ખેંચવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પરિપત્ર પરત નહીં ખેંચવામાં આવે તો ટીઆરબી જવાનોની સાથે પરિવારના સભ્યો પણ રસ્તા પર ઉતરશે તેવી ચિંતા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર બહાર પાડી વર્ષોથી માનદ સેવા આપી રહેલા 6,000 થી વધુ ટીઆરબી જવાનોને છુટા કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે ટીઆરબી જવાનોની ચિંતામાં વધારો થયો છે.વર્ષોથી માનદ સેવા આપી રહેલા ટીઆરબી જવાનોની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ રહેતા સરકાર સામે ટીઆરબીના જવાનો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 6,000 થી વધુ ટીઆરબીના જવાનોને છુટા કરવા ના નિર્ણય સામે સુરતમાં પણ વિરોધ નો સુર ઉઠ્યો છે. સુરત ખાતે અંદાજિત 1600 જેટલા ટીઆરબી જવાનો ફરજ બજાવે છે. જેમાં મોટાભાગના ટીઆરબી જવાનો છેલ્લા દસ દસ વર્ષથી ઉપર ફરજ બજાવી રહ્યા છે. પરંતુ સરકારના આ નિર્ણય બાદ તમામ ટીઆરપી જવાનો એક જૂથ થયા છે અને સરકાર સામે લડતના મંડાણ શરૂ કર્યા છે. જેના વિરોધમાં આજ રોજ અંદાજિત 400 જેટલા ટીઆરબી જવાનો મોરચો લઈ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી કલ્પેશ બારોટ ની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચેલા ટીઆરબી ના જવાનોએ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી. ટીઆરબી જવાનોએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને પરત ખેંચવાની માંગ કરી હતી. સરકારના એકાએક નિર્ણયને લઈ મહિલા ટીઆરબી જવાનોએ પોતાની આજીવિકા છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પરંતુ સરકાર જો પરિપત્ર પરત નહીં ખેંચે તો પોતાના પરિવાર જોડે રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વધુમાં ટીઆરબી જવાનોના આગેવાન કલ્પેશ બારોટ એ જણાવ્યું હતું કે સરકાર ટીઆરબી ના જવાનો જોડે અન્યાય કરી રહી છે. વર્ષોથી ટીઆરબીના જવાનો માનદ સેવા તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમાં ગરીબ વર્ગની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મહિલાઓ પર પોતાના ઘરની જવાબદારી રહેલી છે. આવા સંજોગોમાં સરકારે કરેલા નિર્ણય મહિલાઓ જોડે હર હર તો અન્યાય બરાબર છે. આ મામલે સુરત જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ 27મી નવેમ્બરના રોજ સ્ટેશન રોડ પર આવેલ સરદારની પ્રતિમા નજીક ટીઆરબી જવાનોને સાથે રાખી સરકાર સામે ધરણાં-પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Hot Catagories

Tags

We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.