દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યમાં છેલ્લા ૧૮ વર્ષથી ૨૪*૭=૩૬૫ દિવસ સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની સાથે સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો અંગદાનનું મહત્વ સમજે, વધુ ને વધુ વ્યક્તિઓ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય તથા જે પરિવારોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાના ઉદેશ્ય સાથે પતંગ મહોત્સવ “ઓર્ગન ડોનર પરિવારોને સંગ”નું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું, જેમાં જુદા-જુદા પોસ્ટરો દ્વારા અંગદાન જીવનદાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. શહેરીજનોને અંગદાનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પતંગોત્સવમાં જીએસટી ચીફ કમિશ્નર પંકજ સિંઘ,મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય અરવિંદ રાણા, પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, શહેરના અન્ય અગ્રણીઓ સહીત વિવિધ સ્કૂલો-કોલેજોના NCC અને NSS ના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈફ સંસ્થાને તેઓએ કરેલ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.