# Tags

હજ્જારોની જનમેદનીએ પ્રદેશ પ્રમુખને વિજય મુહૂર્ત ચૂકાવ્યું, પાટીલ હવે આવતીકાલે ફોર્મ ભરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા છે. વિશાળ જનમેદનીના સમર્થન સાથે રાજ્યની અલગ અલગ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરાયા છે. ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભરવાનું છે. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ગઈકાલે રામનવમીની રજા ને કારણે ફોર્મ ભરાયા ન હતા. આજે […]

સિવિલ હોસ્પિટલના દર્દીઓને સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિવસની ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, કર્મચારીઓને ન્યુટ્રીશન કીટ, સાડી, બ્લેન્કેટ, સ્કુલબેગનું વિતરણ કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ૩૯મા જન્મદિનને સંઘવી પરિવારે અનોખી રીતે ઉજવ્યો હતો. સિવિલના દર્દીઓને સહાય અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આયોજિત આ કાર્યક્રમમાં બાળકો, દર્દીઓ સાથે ગૃહરાજ્યમંત્રીશ્રીના માતૃશ્રી દેવયાનીબેન તેમજ ધર્મપત્ની પ્રાચીબેનના હસ્તે સ્ત્રીરોગ વિભાગના પ્રસૂતા, ધાત્રી માતાઓને […]

પતંગોત્સવમાં ૧૬૭ શહેરીજનોએ અંગદાનનો સંકલ્પ લીધો

દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. રાજ્યમાં છેલ્લા ૧૮ વર્ષથી ૨૪*૭=૩૬૫ દિવસ સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની સાથે સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે, લોકો અંગદાનનું મહત્વ સમજે, વધુ […]

માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ

માંડવી તાલુકાના તાલુકા પંચાયત ભવન ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાલુકા આયોજન સમિતિ(ATVT)ની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે માંડવી તાલુકાના એ.ટી.વી.ટી યોજના કાર્યવાહક સમિતિ જોગવાઈ હેઠળ મળવાપાત્ર ગ્રાંટ, ૧૫ % વિવેકાધિન જોગવાઈ અને ૧૫મા નાણાપંચની ૨૦ % તાલુકા કક્ષાની જોગવાઈ હેઠળના કામોનું ATVT કાર્યવાહક સમિતિ મારફત આયોજન કરવા સંદર્ભે ચર્ચા વિચારણા […]

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ‘સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૪’નો શુભારંભ

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪ સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા પધાર્યા હતા અને તેમના વરદ્‌ હસ્તે સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. FOSTTAના પ્રમુખ કૈલાસ હકીમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. સુરત એ ભારતનું એમએમએફ ટેક્ષ્ટાઇલનું હબ છે, મોટાભાગના આધુનિક મશીનો મેન […]

હર્ષ સંઘવીના હસ્તે કુલ 89.21 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો

સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકા મથકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ૨૪૨ ગુનાઓમાં પકડાયેલા રૂ.૮૯.૨૧ કરોડની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને હાથોહાથ પરત કરાયો હતો. કામરેજની રામકબીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી […]

ચીનમાં ફેલાયેલ ગંભીર બીમારી સામે સુરત આરોગ્ય તંત્ર સાબદું થયું

આખા વિશ્વને કોરોના ના ભરડામાં લેનાર ચીન માં હવે વધુ એક ભેદી બીમારી એ માથું ઉચક્યું છે. આ બીમારીમાં ખાસ કરીને નાના બાળકો ભોગ બની રહ્યા છે. ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતી આ બીમારીમાં બાળકોને સૌપ્રથમ સ્વાસ લેવાની તકલીફ સાથે ફેફસાં પર પણ ગંભીર અસરો થઇ રહી છે. જેને લઈને હાલ ચીનમાં હાહાકાર મચ્યો છે સાથે […]

પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર આપતા મંત્રી કુંવરજી હળપતિ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો આર્થિક રીતે પગભર થાય, ગરીબો આત્મનિર્ભર બને, ગામડું સ્વાવલંબી બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા […]

કામરેજ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો

રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કામરેજ તાલુકા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ રેખાબેન પટેલના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. દાદાભગવાન મંદિર ખાતે પટાંગણ ખાતે આયોજીત મહોત્સવમાં રેખાબેને જણાવ્યું હતું […]

એક ગૃહિણીના અંગદાનથી ત્રણ ઘરોમાં પથરાશે દેવ દિવાળીએ અજવાળાં

મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત રહેતા ૫૪ વર્ષના ગૃહિણી જયાબેન વાઘના અંગદાનથી દેવ દિવાળી પર ત્રણ જીવનમાં નવી રોશની પથરાઈ છે. વાઘ પરિવારે અંગદાનનો આ નિર્ણય લઈને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ ધુલિયાના દાઉળ ગામના વતની જયાબેન નાનાભાઈ વાઘ […]