# Tags

ટેક્સટાઇલ હબ સુરત ખાતે ફ્યુચર રેડી 5F ટેક્સટાઇલ સેમિનાર યોજાશે, પિયુષ ગોયલ રહેશે ઉપસ્થિત

૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના રોજ સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે સવારે ૯.૩૦ વાગે ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટે સેમિનાર યોજાશે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય […]

બારડોલીના અકોટી ગામે આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર શરૂ કરાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું બારડોલી તાલુકાના અકોટી ગામે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા ગ્રામજનોએ કંકુ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું. જનજનના વિકાસ અર્થે શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા […]

કામરેજ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને શિક્ષણમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

સુરતઃ રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કામરેજ તાલુકા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગે દાદાભગવાન મંદિર ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે. કૃષિ મેળો તા.૨૪ અને તા.૨૫મીના રોજ ખેડુતોને માર્ગદર્શન તથા […]

હજીરા-ઘોઘા રો-રો ફેરીના ત્રણ વર્ષ પૂર્ણ

સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું, વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા, ફેરીમાં દરરોજ 2000 મુસાફરો, 280 પેસેન્જર વાહનો, 200 ટુ-વ્હીલર અને 180 ટ્રકની હેરફેર સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને […]

સરકારના નિર્ણય સામે ટીઆરબી જવાનોનું કલેક્ટરને આવેદન, જવાનો લડી લેવાના મૂડમાં

રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા માનદ સેવા આપી રહેલા વર્ષો જૂના 6,000 થી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર સામે આજરોજ સુરત જિલ્લા કલેકટર કચેરીએ ટીઆરબી જવાનો મોરચો લઈ પહોંચ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટીઆરબી જવાનોને છુટા કરવાના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે ટીઆરબી જવાનો દ્વારા નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં […]

દેશનું એક માત્ર પ્રાણી સંગ્રહાલય જ્યા જળ બિલાડી બચ્ચાં આપે છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણીસંગ્રહાલય જળ બિલાડીના બ્રીડિંગને કારણે દેશભરમાં જાણીતું થયું છે.આખ ભારત દેશમાં સુરતનું પ્રાણી સંગ્રહાલય એકમાત્ર એ જગ્યા છે જ્યાં જળ બિલાડીનું બ્રિડિંગ થાય છે.અને તેથી જળ બિલાડીઓ સંખ્યામાં વધારો થતા દેશના અલગ અલગ પ્રાણી સંગ્રહાલયોની માંગ મુજબ જળ બિલાડી સુરત થી મોકલવામાં આવે છે. જેના બદલામાં નવા વન્ય જીવોનો સુરતના પ્રાણીસંગ્રહાલયમાં […]

ટાઈગર 3 નુક્શાન પર નુકશાન, સલમાન ખાન અને YRF ની રણનીતિ કેવી રીતે નિષ્ફળ ગઈ?

ટાઈગર અને ઝોયાની એન્ટ્રી થઈ ગઈ હતી, પરંતુ અત્યાર સુધી ટાઈગર-3 ફિલ્મથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તે કરવામાં સફળ રહી નથી. ફિલ્મ માટે મેકર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યૂહરચના પહેલા જ દિવસે જબરજસ્ત ફ્લોપ સાબિત થઈ હતી. જો કે, તે 5 કારણો પણ જાણી લો જેના કારણે ફિલ્મ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાના આંકડાને પણ […]

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમા આજથી વિધિવત રીતે વેપારની શરૂઆત

વિશ્વની સૌથી મોટી ડાયમંડ ટ્રેડિંગ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સમા આજથી વિધિવત રીતે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરી છે.અહીં કુલ 135 થી વધુ ઓફિસ માલિકો દ્વારા આજરોજ શ્રી ગણેશ કરી ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે આ ડાયમંડ બ્રુસ દ્વારા સમગ્ર વિશ્વમાં સુરતથી હીરાનો વેપાર થશે. ડાયમંડ સિટી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમા આજથી વિધિવત રીતે […]

આ વર્ષે દિવાળી પર મીઠાઇને બદલે કસ્ટમાઈઝડ સ્વીટ વાનગીઓની ડિમાન્ડ: ગૃહિણીઓની આવક વધી

દિવાળીનો પર્વ રોશની સાથે ખાનપાન માટે પણ જાણીતો છે. આ તહેવારમાં લોકો એકબીજાને મીઠાઈ આપીને નવા વર્ષની શુભકામના પાઠવે છે. ત્યારે આધુનિક યુગમાં દિવાળી પર્વની ઉજવણીની રીત બદલાઈ છે તેની સાથે મીઠાઈનું સ્થાન ધીરે ધીરે ડોનટ, લોફ, લેમિંગ્ટન જેવી કસ્ટમાઈઝડ વાનગીઓ લઈ રહી છે. આવી વાનગી બનાવતા હોમમેકર્સના ઓર્ડરમાં પણ વધારો થયો છે. મીઠાઈ વિના […]

ઠંડીનો ચમકારો વધતા તિબેટીયન માર્કેટમાં ઘરાકી વધી

સુરતમાં વર્ષ ૧૯૮૫ થી તિબેટીયન માર્કેટ ભરાતું આવ્યું છે અને દર વર્ષે સુરતીઓ અહીંથી ગરમ કપડાંઓની ખરીદી કરે છે. આ વર્ષે શિયાળાની ઋતુ મોડી શરૂ થવાને કારણે ઘરાકીમાં તફાવત જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા માર્કેટમાં લોકોની ચહેલ-પહેલની સાથે ઘરાકીમાં વધારો થયો છે. જો કે અગત્યની વાત છે કે કેટલીક […]