# Tags

ભગવાન શ્રીરામના ધનુષ આકારનો બ્રિજ લોકાર્પિત કરાયો

બ્રિજ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં વધુ એક નવા 120મા ફલાયઓવર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.શહેરના વરાછા વોટર વર્કસ થી કલાકુંજ થઈને શ્રીરામ નાગર સોસાયટીને જોડતા બ્રિજ ના ફેઝ 3 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશ અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાકાર થનાર આ […]

કુખ્યાત ”પારઘી” ગેંગના મુખ્ય આરોપીને પકડવા પોલીસ બન્યા ફુગ્ગાવાળા

સુરતના ખટોદરા પોલીસ મથકના પીઆઇ આર.કે.ધુલિયા પાસેથી મળતી માહિતી અનુસાર,સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ભટાર સ્થિત ઠાકોર પાર્ક સોસાયટીના મકાનમાં ગત 28મી જુલાઈના રોજ ઘરફોડ ચોરીની ઘટના બની હતી.જગદીશ સુખાભાઈ આહીરના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનના બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાના અલગ અલગ ઘરેણાં,કાંડા ઘડિયાળ,મોબાઈલ તેમજ 5.54 લાખની રોકડ રકમ સહિત 11.36 […]

ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતી સુરત ગ્રામ્ય પોલીસ

સુરત ગ્રામ્યના એસપી હિતેશ જોયસર ની ટીમે સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી 79 કરોડના મુદ્દા માલ પકડી પાડ્યો છે. ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ સુરત ગામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કીમતી એગ્રો કેમિકલ કન્ટેનરમાંથી કેમિકલ ચોરી કરી લઈ તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી આપવાના નેટવર્કનો, સુરત ગ્રામ્ય એલસીબી […]

ટામેટા ગેંગના કુખ્યાત છોટુ સિદ્દીકીની રાજસ્થાનથી ધરપકડ

સુરત શહેરમાં આસિફ ટામેટા નામક ગેંગ સક્રિય હતી. જેની સામે સુરત પોલીસે વર્ષ 2020માં ગુજસીટોક ના કાયદા હેઠળ કાર્યવાહી કરીને આ ગેંગના 14 જેટલા સભ્યોની ધરપકડ કરી હતી. તમામને જેલ ભેગા કર્યા હતાં. જોકે આ તમામ આરોપીઓ પૈકી એક આરોપી છોટુ સિદ્દીકી વચગાળાના જામીન પર છૂટ્યો હતો અને આ દરમ્યાન તે જામીન પૂર્ણ થયા બાદ […]

45 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના 2 કિડની અને લિવરનું દાન થયું

સુરતઃ દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. સચિન ખાતે રહેતા ૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાન આદિત્ય કુર્મીના બે કિડની અને લીવરના દાન થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના સચિનની સાંઈનાથ સોસાયટી, કનકપુર ખાતે રહેતા અને મૂળ […]

સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ નો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, તા. ર૭ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે પ્લેટિનમ હોલમાં ‘સુરત […]

સાંભળ્યું કે નહીં, સુરતીઓ લાવ્યા શરદપૂનમ માટે પણ ફ્લેવર વાળા દૂધ પૌવા

શરદ પૂનમના દિવસે લોકો દૂધ અને પૌવા ખાવાનું વધારે પસંદ કરે છે. રાત્રે દૂધમાં પલાળવામાં આવેલા પૌવા ચંદ્રની શીતળ રોશનીમાં રાખ્યા બાદ લોકો સવારે આરોગતા હોય છે. ત્યારે સુરતએ ખાણીપીણી માટે જાણીતું શહેર છે અને સુરતીઓ દરેક તહેવારમાં કંઈક નવું ખાવા માટે ટેવાયેલા છે. ત્યારે સુરતમાં આ વર્ષે એક બે નહીં પરંતુ 17 અલગ અલગ […]

તાપી જિલ્લાના ખેડૂત પરિવારની બે દીકરીઓ મલેશિયા ખાતે ગોલ્ડ મેડલ જીતી લાવી

તાપી જિલ્લાનું ગૌરવ વધારતી ગરીબ આદિવાસી ખેડૂત પરિવારની બે દીકરીએ જેમને ભારતીય ખો ખો ટીમમાં પ્રતિનિધિત્વ કરી ઈન્ડોનેશિયા અને મલેશિયા ખાતે રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જેમાં બેવ દીકરીઓ એ વિદેશમાં રમી રાજ્ય સહીત જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે જેમાં વિદેશ થી રમી આવેલ બે દીકરીઓનું વાલોડ તાલુકાનાં કહેર […]

સુરત પોલીસને સો સો સલામ, જન્મથી શ્રવણ શક્તિ ન ધરાવતા બાળકને આપ્યું નવજીવન.

સુરત : ખાખી પાછળ ધબકતું માનવતાનું હદય, જન્મથી શ્રવણ શક્તિ નહી ધરાવતા બાળકનું પોલીસે ઈમ્પ્લાન્ટ કરાવતા બાળક સાંભળતો થયો, સુરત પોલીસે ફરી એક વખત માનવતા મહેકાવી છે, જન્મથી શ્રવણ શક્તિ નહી ધરાવતા બાળકના ચહેરા પર પોલીસે મુસ્કાન લાવવાનું કામ કરી બતાવ્યું છે, પશુપાલકનો દીકરો સાંભળતો થાય તે માટે સુરત પોલીસે ઓપરેશન રાજવીર ચલાવ્યું હતું અને […]

સુરત જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાય છે. […]