૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે ૨૩ નવેમ્બર, ૨૦૨૩ના રોજ સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે સવારે ૯.૩૦ વાગે ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટે સેમિનાર યોજાશે.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, સાંસદ સી. આર. પાટિલ, ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ (IMD)ના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર (IAS), ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે (IAS), સુરતના મેયર દક્ષેશ માવાણી, અને ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી રૂપ રાશિ (IA & AS) તેમજ ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટરના અન્ય મુખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક વક્તાઓ, ઉદ્યોગકારો અને અન્ય સંબંધિત હિતધારકોની ભાગીદારી પણ જોવા મળશે.
એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે અને ત્યારબાદ ગુજરાતની ટેક્સટાઇલ અને એપેરલ ઇકોસિસ્ટમ પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઇઓ (ટેક્સટાઇલ વિભાગ) શ્રી વિવેક મહેતા, અરવિંદ મફતલાલ ગ્રુપના વાઇસ ચેરમેન પ્રિયવ્રત મફતલાલ, અરવિંગ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈ પણ ગુજરાતના ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટર અંગે તેમજ સેક્ટરને ફ્યુચર-રેડી બનાવવા માટે તેના ભવિષ્યના માર્ગ અંગે પોતાના મંતવ્યો શેર કરશે.
સમગ્ર કાર્યક્રમને ત્રણ સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યો છે,(૧)‘નીટિંગ ગુજરાત ટેક્સટાઇલ વિઝન ફોર વિકસિત ભારત’ (વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા), જેનું સંચાલન ઇકોનોમિક લૉ પ્રેક્ટિસના મેનેજિંગ પાર્ટનર અને એસોચેમ નેશનલ ટ્રેડ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી સુહેલ નાથાણી દ્વારા કરશે. (૨) ‘ફ્રોમ લૂમ્સ ટુ લીડીંગ એજ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ (લૂમ્સથી માંડીને અગ્રણી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી), જેનું સંચાલન વઝીર એડવાઇઝર્સના સહસ્થાપક અને સંયુક્ત મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રશાંત અગરવાલ કરશે. અને (૩) ‘વીવીંગ ટ્રેડિશન ટેક્નોલોજી’ (વણાટ પરંપરાની ટેક્નોલોજી), જેનું સંચાલન ઘેરઝી ટેક્સટાઇલ ઓર્ગેનાઇઝેશનના સિનિયર કન્સલ્ટન્ટ શ્રી સૂર્યદેબ મુખર્જી કરશે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.