સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪ સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, ભારતના અધિક ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા પધાર્યા હતા અને તેમના વરદ્ હસ્તે સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૪નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. FOSTTAના પ્રમુખ કૈલાસ હકીમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.
સુરત એ ભારતનું એમએમએફ ટેક્ષ્ટાઇલનું હબ છે, મોટાભાગના આધુનિક મશીનો મેન મેઇડ ફેબ્રિક ટેક્ષ્ટાઇલ સેકટરમાં ઉપયોગ માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે, આમ ટેક્ષ્ટાઇલ મશીનરી માટે સુરત ભારતનું સૌથી મોટું સંભવિત બજાર છે. નવસારી ખાતેનો પીએમ મિત્રા પાર્ક ગુજરાતનો પ્રથમ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પાર્ક હશે. ભારત સરકારે આગામી બે દાયકાને ભારત માટે અમૃતકાલ તરીકે નિર્ધારિત કર્યા છે, તેનો ઉદ્દેશ્ય છે કે વર્ષ ર૦૪૭ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે અને આજની તુલનામાં ભારતનું અર્થતંત્ર દસ ગણું વધી જશે. જ્યારે અર્થવ્યવસ્થા વધશે ત્યારે આપણે રોટી, કપડા અને મકાન તરીકે ઓળખાતા તમામ જરૂરિયાતોની માંગમાં વધારો થશે. એવો અંદાજ છે કે આગામી બે દાયકામાં સ્થાનિક સ્તરે ગારમેન્ટની માંગ દસ ગણી વધશે.
ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી માટે દક્ષિણ ગુજરાતના વિકાસમાં સીટેક્ષ એકઝીબીશને સિંહફાળો આપ્યો છે. આ એકઝીબીશનમાં ૧૦૦ કરતા વધુ એકઝીબીટર્સે ભાગ લે છે. આ વર્ષે ૧પ હજાર કરતાં પણ વધુ વિઝીટર્સનું રજીસ્ટ્રેશન ઉદ્ઘાટનના સમય સુધી થયું છે અને તે વધશે તેની પૂર્ણ સંભાવના છે. ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રીને લગતી નવી ટેકનોલોજી, વોટરજેટ, એરજેટ, રેપિયર, સરકયુયાલિટી, ડિજીટલ પ્રિન્ટીંગ, એમ્બ્રોઈડરી, ટેકનિકલ ટેક્ષ્ટાઈલ જેવા દરેક સેગમેન્ટની ટેકનોલોજી એકઝીબીશનમાં ઉપલબ્ધ છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.