# Tags

કામરેજ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને શિક્ષણમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

સુરતઃ રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કામરેજ તાલુકા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગે દાદાભગવાન મંદિર ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે. કૃષિ મેળો તા.૨૪ અને તા.૨૫મીના રોજ ખેડુતોને માર્ગદર્શન તથા સેમિનાર યોજાશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન પટેલ, શાસક પક્ષના નેતા રવજીભાઈ વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી ભારતીબેન રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીમતી સુમનબેન રાઠોડ ઉપસ્થિત રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *