મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર લોડ ટેસ્ટિંગ કરાયું*
_________
મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું.
આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.