# Tags

ભગવાન શ્રીરામના ધનુષ આકારનો બ્રિજ લોકાર્પિત કરાયો

બ્રિજ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં વધુ એક નવા 120મા ફલાયઓવર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.શહેરના વરાછા વોટર વર્કસ થી કલાકુંજ થઈને શ્રીરામ નાગર સોસાયટીને જોડતા બ્રિજ ના ફેઝ 3 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શના જરદોશ અને પૂર્વ મંત્રી કુમાર કાનાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાકાર થનાર આ બ્રિજ થી 3 હાઇવે એક સાથે જોડાશે અને 10 લાખ લોકોને તેનો સીધો લાભ થશે.

 

બ્રિજ સિટી સુરતમાં શહેરીજનોને વધુ એક બ્રીજની ભેટ મળી છે. બ્રિજ કામગીરી પૂર્ણ થતા આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ થી મોટા વરાછા ખાતે વરાછા મેઈન રોડ ચીકુવાડી અને શ્રી રામનગર સોસાયટી સુધી કનેકટીવીટી ઉપલબ્ધ કરવામાં આવી છે જેનાથી સીધો 10 લાખ લોકોને તેનો સીધો લાભ થશે. બુધવારે રેલ રાજ્યમંત્રી અને સાંસદ દર્શના જરદોશ અને ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વરાછા ખાતે બનેલ આ કલાકુંજ બ્રિજ ત્રણ ફેઝમાં સાકાર કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજના ચોથા ફેઝનું કામ હજી ચાલી રહ્યું છે. આ બ્રિજ પૈકીનો ફેઝ-1 ખાડી બ્રિજ એપ્રિલ-2021 માં લોકાર્પિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટા વરાછાથી વરાછા વોટર વર્ક્સ સુધીના ફેઝ–2 અંતર્ગત અંદાજીત 115 કરોડનાં ખર્ચે રીવર બ્રિજને મે 2022 માં લોકાર્પણ કરી ખુલ્લો મુકાયો હતો. 167 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજને લોકાર્પણ બાદ ફ્લાયઓવર સિટીમાં 120મા બ્રીજની ભેટ શહેરીજનો ને મળી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *