# Tags

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમા આજથી વિધિવત રીતે વેપારની શરૂઆત

વિશ્વની સૌથી મોટી ડાયમંડ ટ્રેડિંગ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સમા આજથી વિધિવત રીતે વેપારીઓ પોતાના વેપારની શરૂઆત કરી છે.અહીં કુલ 135 થી વધુ ઓફિસ માલિકો દ્વારા આજરોજ શ્રી ગણેશ કરી ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવે આ ડાયમંડ બ્રુસ દ્વારા સમગ્ર વિશ્વમાં સુરતથી હીરાનો વેપાર થશે.

ડાયમંડ સિટી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમા આજથી વિધિવત રીતે કામ કરવાની શરૂઆત થઈ છે.સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન 17મી ડિસેમ્બરે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવાના છે. જો કે તે પહેલાં ડાયમંડ બુર્સની 135 ઓફિસોમાં આજથી ધંધા-વેપારના શ્રીગણેશ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.જેમાં નામી કિરણ જેમ્સ ગ્લોબલ કંપનીના માલિક દિનેશ લાખાણી દ્વારા આજ રોજ પોતાની ઓફિસમાં ધંધા-વેપારની શરૂવાત કરી હતી. ડાયમંડ બુર્સના 15માં માળે આવેલ ઓફિસમાં પોતાના સ્ટાફ સાથે વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી વિધિવત રીતે વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.દિનેશ લાખાણી એ મુંબઈની ઓફિસ સંપૂર્ણ રીતે બંધ કરી સુરત ડાયમંડ બુર્સમા વેપારની શરૂઆત કરી છે.

આગામી 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે.જો કે તે પહેલાં દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું હતું.ડાયમંડ બુર્સ માં આજથી શરૂ કરાયેલી દુકાનોના 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થયા છે. અને અહી તેમના વેપાર ઉદ્યોગમાં વધુ પ્રગતિ થશે તેવી આશા વ્યક્ત કરી છે.

સુરત હમણાં સુધી ડાયમંડ નગરીથી ઓળખાતું હતું, તે હવે સુરત ડાયમંડ બુર્સના નામે એક ઓળખ પામી રહ્યું છે. ધીરેધીરે ડાયમંડ બુર્સમાં અન્ય ઓફિસો પણ ધમધમતી થશે, જ્યાં આગામી એક વર્ષમાં 4 હજાર જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે તેવી આશા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *