# Tags

ચીનમાં ફેલાયેલ ગંભીર બીમારી સામે સુરત આરોગ્ય તંત્ર સાબદું થયું

આખા વિશ્વને કોરોના ના ભરડામાં લેનાર ચીન માં હવે વધુ એક ભેદી બીમારી એ માથું ઉચક્યું છે. આ બીમારીમાં ખાસ કરીને નાના બાળકો ભોગ બની રહ્યા છે. ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતી આ બીમારીમાં બાળકોને સૌપ્રથમ સ્વાસ લેવાની તકલીફ સાથે ફેફસાં પર પણ ગંભીર અસરો થઇ રહી છે. જેને લઈને હાલ ચીનમાં હાહાકાર મચ્યો છે સાથે જ વિશ્વના અન્ય દેશોમાં પણ એક ગભરાટ ફેલાયો છે.
ભારતની વાત કરીયે તો દેશમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમજ તમામ રાજ્યના આરોગ્ય વિભાગને સજ્જ રેહવાની સાથે એક એડવાઈઝરી પણ જાહેર કરાઈ છે.
કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સૂચના ને પગલે સુરત મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકા સમાવિષ્ટ વિસ્તારોની સરકારી હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રો પર ચકાસણી કરીને સ્થિતિ અંગે નો ચિતાર મેળવવામાં આવ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લગાવવામાં આવેલ ઓક્સિજન ટેન્કની પણ ચકાસણી કરવામાં આવી હતી. જો કદાચ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઉભી થાય કે ફરી એકવાર મહામારીનું સંકટ આવે તો તેને પોહચી વાલ્વ માટે સુરત આરોગ્ય વિભાગ સજ્જ થયું છે.
પાલિકાના આરોગ્ય વિભાગના વડા ડો.આશિષ નાયકના જણાવ્યા અનુસાર, પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સહીત અલગ અલગ વિસ્તારના આરોગ્ય કેન્દ્રો પર મોકડ્રિલનું આયોજન કરાયું હતું. તેમજ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા થી લઈને શુદ્ધતા, આઉટપુટ પ્રેશર અને લીકેજ સહિતના મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ પણ સુરત મનપાની આરોગ્ય વિભાગની ટિમ તૈયાર છે. કોરોના દરમ્યાન થયેલ અનુભવોને આધારે પણ જો આ વખતે એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય છે તો પણ પાલિકાની ટિમ તમામ ઝોનમાં સજ્જ કરી દેવામાં આવી છે.
સુરત સિવિલ હોસ્પિટલના ડો. ગણેશ ગોવેકર દ્વારા પણ જણાવાયું છે કે, સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવી છે તેને પગલે સિવિલ તંત્ર સાબદું થયું છે અને તમામ સાધનો સહીત ફાયરના સાધનો ની પણ ચકાસણી કરી લેવામાં આવી છે અને જે તબીબો રજા ઉપર ગયા છે તેમને પણ આકસ્મિક પરિસ્થિતિ માં હાજર થવા ફરમાન કરી દેવામાં આવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *