# Tags

સાંભળ્યું કે નહીં, સુરતીઓ લાવ્યા શરદપૂનમ માટે પણ ફ્લેવર વાળા દૂધ પૌવા

શરદ પૂનમના દિવસે લોકો દૂધ અને પૌવા ખાવાનું વધારે પસંદ કરે છે. રાત્રે દૂધમાં પલાળવામાં આવેલા પૌવા ચંદ્રની શીતળ રોશનીમાં રાખ્યા બાદ લોકો સવારે આરોગતા હોય છે. ત્યારે સુરતએ ખાણીપીણી માટે જાણીતું શહેર છે અને સુરતીઓ દરેક તહેવારમાં કંઈક નવું ખાવા માટે ટેવાયેલા છે. ત્યારે સુરતમાં આ વર્ષે એક બે નહીં પરંતુ 17 અલગ અલગ ફ્લેવરના પૌવાનું વેચાણ થઈ રહ્યું છે.

સુરતના દોરાબદારૂ મસાલાવાલા દ્વારા 17 પ્રકારના અલગ અલગ ફ્લેવરના પૌવા તૈયાર કરવામાં આવ્યા છે. આ 17 ફ્લેવરમાં રોઝ, વેનીલા, આઈસ્ક્રીમ, હાફૂસ મેંગો, ચોકલેટ, રાજભોગ, રાસબરી, બટર સ્કોચ, કેસર-બદામ-પિસ્તા, પાઈનેપલ, કસાટા, સ્ટ્રોબેરી, ગ્વાવા અને મિક્સ ફ્રૂટ સહિતના ફ્લેવરના પૌવા તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં આ વર્ષે ખાસ બે નવા ફ્લેવરના પૌવા તૈયાર થયા છે. જેમાં રસ-મલાઈ અને માવા મલાઈ ફ્લેવરનો સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે મોંઘવારીની અસર પણ આ વર્ષે પૌવા પર જોવા મળી રહી છે. કારણ કે, પૌવાના ભાવમાં 20થી 25 ટકા જેટલો વધારો થયો હોવાના કારણે આ વર્ષે અલગ અલગ ફ્લેવર વાળા પૌવાના ભાવમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે આ પૌવાના 1 કિલોના ભાવ 80 રૂપિયા હતા પરંતુ આ વર્ષે ફ્લેવરવાળા પૌવા 100 રૂપિયા કિલોના ભાવે વેચાણ થઈ રહ્યા છે. જોકે આ ફ્લેવર પૌવા એક વર્ષ સુધી ફ્રિજમાં રાખવાથી કંઈ પણ થતું નથી એટલે કે એક વર્ષ દરમિયાન આ પૌવાને લોકો ફ્રિજમાં સ્ટોર કરીને ખાઈ શકે છે. આ પૌવા તૈયાર કરવા માટે ફૂડ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફ્લેવરની ખાસિયતએ છે કે, જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખવામાં આવતું નથી અને આ પૌવા બે વર્ષના બાળકથી લઈને 60 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ સુધીના વ્યક્તિ પૌવા ખાઇ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *