એક ગૃહિણીના અંગદાનથી ત્રણ ઘરોમાં પથરાશે દેવ દિવાળીએ અજવાળાં
મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત રહેતા ૫૪ વર્ષના ગૃહિણી જયાબેન વાઘના અંગદાનથી દેવ દિવાળી પર ત્રણ જીવનમાં નવી રોશની પથરાઈ છે. વાઘ પરિવારે અંગદાનનો આ નિર્ણય લઈને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ ધુલિયાના દાઉળ ગામના વતની જયાબેન નાનાભાઈ વાઘ […]