# Tags

હર્ષ સંઘવીના હસ્તે કુલ 89.21 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો

સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકા મથકે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં ૨૪૨ ગુનાઓમાં પકડાયેલા રૂ.૮૯.૨૧ કરોડની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને હાથોહાથ પરત કરાયો હતો. કામરેજની રામકબીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી […]

ચીનમાં ફેલાયેલ ગંભીર બીમારી સામે સુરત આરોગ્ય તંત્ર સાબદું થયું

આખા વિશ્વને કોરોના ના ભરડામાં લેનાર ચીન માં હવે વધુ એક ભેદી બીમારી એ માથું ઉચક્યું છે. આ બીમારીમાં ખાસ કરીને નાના બાળકો ભોગ બની રહ્યા છે. ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતી આ બીમારીમાં બાળકોને સૌપ્રથમ સ્વાસ લેવાની તકલીફ સાથે ફેફસાં પર પણ ગંભીર અસરો થઇ રહી છે. જેને લઈને હાલ ચીનમાં હાહાકાર મચ્યો છે સાથે […]

પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર આપતા મંત્રી કુંવરજી હળપતિ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો આર્થિક રીતે પગભર થાય, ગરીબો આત્મનિર્ભર બને, ગામડું સ્વાવલંબી બનશે તો જ દેશ સમૃદ્ધ બનશે એમ જણાવી તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા […]

કામરેજ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો

રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કામરેજ તાલુકા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ રેખાબેન પટેલના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. દાદાભગવાન મંદિર ખાતે પટાંગણ ખાતે આયોજીત મહોત્સવમાં રેખાબેને જણાવ્યું હતું […]

એક ગૃહિણીના અંગદાનથી ત્રણ ઘરોમાં પથરાશે દેવ દિવાળીએ અજવાળાં

મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરત રહેતા ૫૪ વર્ષના ગૃહિણી જયાબેન વાઘના અંગદાનથી દેવ દિવાળી પર ત્રણ જીવનમાં નવી રોશની પથરાઈ છે. વાઘ પરિવારે અંગદાનનો આ નિર્ણય લઈને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીમાં શ્રીરામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ ધુલિયાના દાઉળ ગામના વતની જયાબેન નાનાભાઈ વાઘ […]

બારડોલીના અકોટી ગામે આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર શરૂ કરાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું બારડોલી તાલુકાના અકોટી ગામે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા ગ્રામજનોએ કંકુ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું. જનજનના વિકાસ અર્થે શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા […]

કામરેજ ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને શિક્ષણમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

સુરતઃ રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સજમ મળી રહે તે હેતુસર કામરેજ તાલુકા ખાતે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે ૯.૦૦ વાગે દાદાભગવાન મંદિર ખાતે શિક્ષણ રાજય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે. કૃષિ મેળો તા.૨૪ અને તા.૨૫મીના રોજ ખેડુતોને માર્ગદર્શન તથા […]

હજીરા-ઘોઘા રો-રો ફેરીના ત્રણ વર્ષ પૂર્ણ

સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું, વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા, ફેરીમાં દરરોજ 2000 મુસાફરો, 280 પેસેન્જર વાહનો, 200 ટુ-વ્હીલર અને 180 ટ્રકની હેરફેર સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને […]

સરકારના નિર્ણય સામે ટીઆરબી જવાનોનું કલેક્ટરને આવેદન, જવાનો લડી લેવાના મૂડમાં

રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા માનદ સેવા આપી રહેલા વર્ષો જૂના 6,000 થી વધુ ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર સામે આજરોજ સુરત જિલ્લા કલેકટર કચેરીએ ટીઆરબી જવાનો મોરચો લઈ પહોંચ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટીઆરબી જવાનોને છુટા કરવાના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે ટીઆરબી જવાનો દ્વારા નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં […]

દેશનું એક માત્ર પ્રાણી સંગ્રહાલય જ્યા જળ બિલાડી બચ્ચાં આપે છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણીસંગ્રહાલય જળ બિલાડીના બ્રીડિંગને કારણે દેશભરમાં જાણીતું થયું છે.આખ ભારત દેશમાં સુરતનું પ્રાણી સંગ્રહાલય એકમાત્ર એ જગ્યા છે જ્યાં જળ બિલાડીનું બ્રિડિંગ થાય છે.અને તેથી જળ બિલાડીઓ સંખ્યામાં વધારો થતા દેશના અલગ અલગ પ્રાણી સંગ્રહાલયોની માંગ મુજબ જળ બિલાડી સુરત થી મોકલવામાં આવે છે. જેના બદલામાં નવા વન્ય જીવોનો સુરતના પ્રાણીસંગ્રહાલયમાં […]