બીટુસીના ધોરણે સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે, આથી સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ બને છે : ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા
સ્પાર્કલમાં ગ્રાહકોને વેડિંગ જ્વેલરી ઉપરાંત વિશિષ્ટ શ્રેણીઓની અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું કલેકશન જોવા મળશે, બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે હેતુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે, જેમાં ભારતભરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે. તેમણે જણાવ્યું હતું કે, બીટુસી ધોરણે એકઝીબીશન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે, જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.
ગત વર્ષે સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે પણ લગ્નના તાંતણે બંધાવા જઇ રહેલા યુગલોને આમંત્રણ આપવામાં આવશે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.
આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.
આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.