‘મારી માટી ,મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી હેઠળ સુરતના ઘોડદોડ રોડ સ્થિત ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ″અમૃત કળશ યાત્રા″ યોજાઈ હતી. આ યાત્રામાં ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ પણ જોડાયા હતા. ત્યારબાદ મહાનુભવોના હસ્તે વિવિધ ગ્રામપંચાયતોને રૂ.૩.૫૯ કરોડના વર્ક ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાથમાં કળશ અને દેશભક્તિની ધૂન સાથે પોલીસ જવાનો અને સરપંચોની સંગ જુના ઘોડદોડ રોડથી તાલુકા પંચાયત કચેરી સુધી અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. ચોર્યાસી તાલુકાના ૨૮ ગામોના સરપંચો પોતાની ગામની માટીના કળશને સાથે રાખી અમૃત કળશ યાત્રામાં જોડાયા હતા. કળશ યાત્રા તાલુકા પંચાયત કચેરીમાં આવીને યોજાયેલ કાર્યક્રમમાં શિલા ફલકમની બાજુમાં ૨૮ ગામોના કળશ મૂકવામાં આવ્યા હતા. એકત્રિત માટી દેશના વીરો અને વીરાંગનાઓ માટે અમૃત વાટિકાના નિર્માણમાં માટે ઉપયોગમાં લેવાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તામામ લોકોએ હાથમાં માટી લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી..
આ અવસરે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા દેશવ્યાપી શરૂ કરાયેલા આ અભિયાનથી સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ છે, ત્યારે ચોર્યાસી તાલુકાના ૨૮ ગામમાંથી એકત્ર કરાયેલી માટી એકતાના પ્રતિક સ્વરૂપે દિલ્હીના કર્તવ્ય પથ પર લઈ જય ‘અમૃત મહોત્સવ સ્મારક’ તરીકે ‘અમૃત વાટિકા’મા ભળી જશે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, આઈસીડીએસ જિ.પં.સુરત પ્રોગ્રામ ઓફિસર કોમલબેન, ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તીબેન પ્રવિણભાઈ પટેલ, ઉપપ્રમુખ દિપ્તીબેન જે. રાઠોડ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ કલ્પનાબેન પી. વાંઝવાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કુ. જૈમિની. ડી. પટેલ, અગ્રણી સર્વશ્રી કિશનભાઈ પટેલ, કરશનભાઈ, લતાબેન ડી. પટેલ, નિલેશભાઈ તડવી, અશોકભાઈ રાઠોડ, ૨૮ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ, સરપંચો, તાલુકા પંચાયત કચેરીના અધિકારી-કર્મચારીઓ, સખી મંડળના બહેનો સહિત ચોર્યાસી તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.